प. पू. आचार्य श्री जनार्दन महाराज की वेबसाइट पर आपका सहर्ष स्वागत है
♦ पीठ की स्थापना ♦
શ્રી સતપંથ ધર્મપીઠ ફૈજપુર(મહારાષ્ટ્ર) ની સ્થાપના

    સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ નો જન્મ ઇ.સ. 1440 માં પંજાબના ઉચ્ચ મુલતાન માં થયો હતો. સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ ચાર વર્ષ ની ઉમરે શાળામા વિધા ભણવા ગયા હતા અને આઠ જ દિવસમાં સર્વ વિધા પ્રાપ્ત કરી હતી. પોતાની દિવ્ય શક્તિ થી માનવ કલ્યાણ ના હેતુસર સતપંથ ધર્મ પ્રચાર માટે 12 વર્ષ ની ઉમરે સમગ્ર ભારતના અઢારે વરણ માં ઉપદેશ આપ્યો હતો. તેમના સારથી તરીકે ચંદનવીર સાથે રહ્યા હતા. કાયમ તેમની સાથે હાજર રહેવાના કારણે તેમને બધા હાજરવીર તરીકે પણ ઓળખતા હતા. તેમની ઉંમર 40 વર્ષની હતી.

    છેલ્લે સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ ગુજરાત ભુમીમા આવ્યા હતા. અને શ્રી કૃષ્ણ ભગવાને દ્રવાપર યુગના અંતિમ સમયે કુંવારીકા ભૂમિ સ્થળનું નિર્માણ કર્યુ હતું. તેના અનુસંધાને સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ અખંડ ભારતમાં વૈદિક સતપંથ સનાતન ધર્મ પ્રચાર કરતા-કરતા આખર સમયે પીરાણા(અમદાવાદ) મધ્યે શ્રી સતપંથ પ્રેરણાપીઠ ની સ્થાપના કરેલ. અને ત્યાર પછી સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ વૈદિક સતપંથ સનાતન ધર્મ પ્રચાર કરવા માટે મહારાટ્ર ભુમી માં આવ્યા અને થોડા દિવસો બાદ મહારાટ્ર ભુમી માં પણ શ્રી સતપંથ ધર્મપીઠ ફૈજપુર(મહારાટ્ર) ની સ્થાપના કરેલ.

    સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે અસંખ્ય દુઃખી જીવાત્ત્માઓના દુઃખ દુર કર્યા હતા. જેમાં આંધળાને આખો, મૂંગાને બોલતા, વાંજીયાને પારણાં, બહેરાને સાંભળતા અને મરેલાને સજીવન કર્યા. સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે તેવા અનેક પરચાઓ પુર્યા છે અને પુરે છે.

    સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે સતપંથ ધર્મપીઠના પ્રથમ ગાદીપતી તરીકે પ.પૂ. આચાર્ય શ્રી ધરમદાસ મહારાજની નિમણુક કરી હતી, જેઓ હિન્દુ જાતીના હતા. એજ પરંપરાગત વર્તમાન સમયના (12) મા ગાદીપતી પ.પૂ. આચાર્ય શ્રી જનાર્દન મહારાજ છે.

ॐ नमो श्री निष्कलंकी नारायणय जनादॅनाय, भस्मा यूधाय विद् महे दिव्य नैत्राय धिमही, तन्नो ज्वरहर प्रचोदयात-तन्नो ज्वरहर प्रचोदयात ॐ शांतिः शांतिः शांतिः     


Website Designed & Developed By - JIYAL CHAUDHARI(MUMBAI) - 08976882324
hit counter