प. पू. आचार्य श्री जनार्दन महाराज की वेबसाइट पर आपका सहर्ष स्वागत है
♦ साक्षात देव दर्शन ♦

    વડાગામ ના ૐ શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિરમાં થયેલ સાક્ષાત દેવ દર્શન

   
 
♦ દોસ્તીનો ચમત્કાર ♦

         હાથરવા કંપા તા. વડાલી નિવાસી મણીભાઇ માવજીભાઇ પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજના ખુબ નજીકના બાળ બાંધવ તથા પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજનો પડ્યો બોલ ઉપાડનાર નિકટના સખા હતા. આ નિકટતાનો અણસાર આપતા હોય તેમ પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજ તેમના નિકટત્તમ સખા એવા પૂ. મણીબાપા તા.14/10/2008 ને મંગળવારના રોજ અમરધામ વાસી થયા ત્યારે દોસ્તી નિભાવતા હોય તેમ પતંગીયા રુપે ઉપસ્થિત રહ્યા હતા તેમ લોકવાયકા થઇ રહી છે.

         જાણવા મળવા મુજબ તા.15/10/2008 ના રોજ મણીબાપાના નિવાસ સ્થાને જ્યાં મણીદાદા હોમ હવન કરતા હતા તે સ્થાને એક મોટું મનોહર અલૌકિક ભગવા રંગનું પતંગીયું ઉડતુ ઉડતું આવ્યું હતું. જેનો તેમના પૌત્ર એ બાળ સહજ વૃત્તિથી મોબાઇલમાં ફોટો લીધો હતો. જ્યારે ફોટાની પ્રિન્ટ જોતા પતંગીયાના વચ્ચેના આભમંડળમાં પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજની આભાના દર્શન થયા હતા. આ વાત વાયુવેગે પ્રસરતાં વડાલી વિસ્તારના ભક્તજનો ફોટા માટે માગણીઓ કરતાં સૌને પ્રસાદીરુપે પતંગીયાના આભામંડળમાં પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજના દેખાવવાળા ફોટા અર્પણ કર્યા હતા અને સૌએ મણીદાદા તથા પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજની દોસ્તી બિરદાવતો ચમત્કાર નજરે નિહાળી ધન્યતા અનુભવી હતી.

  
♦ પ્રેરણાપીઠ ખાતે ચમત્કારીક ઘટના ♦

         ગુરુ પૂર્ણિમાનું પુજન કરી ઘણા સાધકો અગિયાર દિવસના આધ્યાત્મિક સત્સંગમાં ભાગ લઇ રહ્યા હતા. આધ્યાત્મિક વાતાવરણ હતું. અમી છાંટણા થઇ રહ્યા હતાં ત્યારે તા. 2/8/2007 ને ગુરુવારના રોજ સવારમાં પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજના સ્મૃતિધામમાં 1' x 1' ફૂટની લાદી - આરસ પત્થર ગરમ થયો છે. આ વાત વાયુવેગે પ્રસરી જતાં અગિયાર દિવસના સત્સંગમાં ભાગ લઈ રહેલ તેમજ આજુબાજુથી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો દર્શન માટે ઉમટ્યા હતા. મેળા જેવું વાતાવરણ થઇ ગયું હતું. ફોન-મોબાઇલ દ્વારા આ વાત સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી.

         પત્રકાર મિત્રો તથા મીડીયાવાળા ઘટના સ્થળે ઉપસ્થિત થયા હતા અને ટી.વી. તેમજ વર્તમાન પત્રોમાં સમાચાર રુપે આ ઘટનાએ સ્થાન મેળવ્યું હતું. ફરીથી બીજા ગુરુવાર ના તા. 09/08/2007 ના રોજ આજ લાદી - પત્થરે ઉષ્મા પકડી હતી અને ગરમ થયો હતો. બે દિવસ આ ચમત્કાર થયેલ હતો. બહોળી સંખ્યામાં સાધકો અને પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજના શિષ્યો અને મીડીયા ટી.વી. દ્વારા તેમજ વર્તમાન પત્રો દ્વારા આ ચમત્કારીક ઘટાના નિહાળી હતી અને પ.પૂ આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજના ચમત્કારીક પ્રાગટ્યનો અનુભવ કર્યો હતો.

ॐ नमो श्री निष्कलंकी नारायणय जनादॅनाय, भस्मा यूधाय विद् महे दिव्य नैत्राय धिमही, तन्नो ज्वरहर प्रचोदयात-तन्नो ज्वरहर प्रचोदयात ॐ शांतिः शांतिः शांतिः     


Website Designed & Developed By - JIYAL CHAUDHARI(MUMBAI) - 08976882324
hit counter